Skip to main content

શુ છે SEBC બિલ ? કોને થશે ફાયદો ?

🔖🔖🔖💠🌀કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે આ અંગે લોકસભામાં બિલ રજૂ કર્યું છે અને તેના ઉપર ચર્ચા શરુ થઈ હતી.

🎯💥વર્તમાન ક્વોટા વ્યવસ્થા સાથે કોઈ ચેડાં નહીં થાય.

💠સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત નિરસ્ત ન થાય તે માટે જ બંધારણીય સુધાર બિલને રજૂ કરવામા આવ્યું છે.

🗣🗣ગેહલોતે કહ્યું હતું કે અગાઉ અનામતની જોગવાઈઓને સુપ્રીમ કોર્ટે નાબુદ કરી હતી, કારણ કે પૂરતી બંધારણીય જોગવાઈ કર્યાં વગર આપવામાં આવી હતી. આથી, મોદી સરકારે બિલને ટેબલ કર્યું હતું.

🎯💥👉આ રીતે સુપ્રીમ કોર્ટમાં અનામત નાબુદ ન થાય તે માટે જ 124મું બંધારણીય સુધાર બિલ રજૂ કરવામાં આવ્યું છે.

🎯💠👉🗣🗣નાણાપ્રધાન અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતના કાયદા અનામતને બંધારણીય ટેકો ન હોવાથી તે નિરસ્ત થયું હતું.

👉👉લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને ચર્ચાને જરૂર પડ્યે ચર્ચાનો સમય લંબાવવાની તૈયારી દાખવી હતી રાતના 10 વાગ્યા સુધી પણ આં સંસદ ની કાર્યવાહી ચાલુ રહી.

🤜🤜🤜નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના સહયોગી લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને બિલનું સમર્થન કર્યું, સાથે માગ કરી હતી કે 60 ટકા અનામતને 💥બંધારણની નવમી સૂચિ હેઠળ💥 મૂકવામાં આવે.

💠👉પાસવાને ન્યાયતંત્ર તથા ખાનગી ક્ષેત્રમાં 60 ટકા અનામત આપવાની માગ કરી હતી.

💠👉એનડીએના સાથી પક્ષ અપના દળ અનુપ્રિયા પટેલ તથા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહાએ પણ સમાન પ્રકારની માગ કરી હતી.

💠👉🙃🙃અસદુદ્દીન ઔવેસીની એઆઈએમઆઈએમની પાર્ટીએ ખરડાનો વિરોધ કરી તેને 'બંધારણ સાથે ઠગાઈ' જણાવી હતી.


🎯👉ગુજરાતનું બિલ નાબુદ થયું👇👇👇

💠👉નાણાપ્રધાન અરૂણ જેટલીએ ચર્ચામાં દરમિયાનગીરી કરતા કહ્યું હતું કે આ બિલને 50 ટકા કરતાં વધુ રાજ્ય સરકારોની મંજૂરીની જરૂર નહીં રહે.

💠👉જેટલીએ કહ્યું હતું કે ગરીબ સવર્ણોને અનામત આપવાનો કથિત જુમલો અહીંની તમામ રાજકીય પાર્ટીઓએ તેમના ચૂંટણી ઢંઢેરામાં સમાવ્યો હતો.

*💠👉અરૂણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતની ભાજપ સરકારે બંધારણના અનુચ્છેદ 15-16 હેઠળ મળેલી સત્તાના આધારે અનામતની જોગવાઈ કરી હતી.*

👉પરંતુ એ અનુચ્છેદમાં જ જોગવાઈઓ ન હોવાને કારણે આ બિલને ન્યાય પાલિકાએ રદ્દ કર્યું હતું.

👉જેટલીના કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે તેના કમ સે કમ ત્રણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે નવી અનામતની જોગવાઈથી પછાત વર્ગની વર્તમાન અનામતને અસર ન થવી જોઈએ.

🌞🌞🌞સાંસદો આ બિલનો અભ્યાસ કરી શકે તે માટે બપોરે બિલ રજૂ કરી દેવાયું હતું.

🌜🌛આમાં વાર્ષિક આઠ લાખ રુપિયાથી ઓછી આવકવાળા લોકોને અનામત આપવાની વાત કરવામાં આવે છે.

🌜🌛પ્રસ્તાવિત અનામતનો ક્વોટા વર્તમાન સમયમાં આપવામાં આવતી અનામત કરતાં અલગ હશે.

🌜🌛આ માટે સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16માં સંશોધન કરવું પડશે.

*☄💥☄અત્યારે દેશમાં 49.5 ટકા અનામત છે જેમાં 27 ટકા પછાત વર્ગ, અનુસૂચિત જાતીઓને 15 ટકા તથા અનુસૂચિત જનજાતીને 7.5 ટકા અનામત આપવામાં આવે છે.*




https://telegram.me/updategk

Follow me

Instagram Click Here

Comments